વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
વિડિયો જોવા માટે PIN ક્યાંથી મળશે?
PIN તમારી શાળા આપે છે. દરેક શાળાનો PIN અલગ હોય છે. PIN માટે વર્ગશિક્ષક અથવા શાળાનો સંપર્ક કરો.
એક વાર PIN દાખલ કર્યા પછી ફરી ક્યારે માંગશે?
એ જ મોબાઇલ કે કમ્પ્યુટરમાં 30 દિવસ સુધી ફરી PIN માંગવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ પૂરું થતાં PIN બંધ થાય છે.
આ પ્રોગ્રામ કયા ધોરણ માટે છે?
ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે. બાળકના સ્તર મુજબ ભાગ 1, 2 કે 3 પસંદ કરી શકાય છે.
અમારી શાળામાં પ્રોગ્રામ કેવી રીતે શરૂ કરવો?
'શાળા માટે' પેજ પરનું ફોર્મ ભરો અથવા 72111 67479 પર કૉલ કે WhatsApp કરો. અમારી ટીમ માહિતી અને ડેમો માટે સંપર્ક કરશે.
શિક્ષકોને તાલીમ કેવી રીતે મળશે?
ઓનલાઇન અથવા રૂબરૂ તાલીમ સત્રો, ડેમોન્સ્ટ્રેશન વિડિયો અને સતત માર્ગદર્શન આપવામાં આવે છે.
વાલી તરીકે ઘરે કેવી રીતે મદદ કરી શકું?
રોજ 10–15 મિનિટ પુસ્તકનો મહાવરો કરાવો, પેન્સિલની સાચી પકડ અને બેઠક પર ધ્યાન આપો અને QR કોડથી વિડિયો સાથે અભ્યાસ કરાવો.
પુસ્તકો ક્યાંથી મળશે?
પુસ્તકો શાળા મારફતે આપવામાં આવે છે. શાળાઓ પેનલમાંથી સીધો ઓર્ડર આપી શકે છે.
બાળકની પ્રગતિ કેવી રીતે માપવામાં આવે છે?
શિક્ષક વર્ષ દરમિયાન મરોડ, ઊંચાઈ-પ્રમાણ, અંતર, સુઘડતા, પેન્સિલ પકડ જેવા માપદંડો પર મૂલ્યાંકન કરે છે; પરિણામ પ્રગતિ રિપોર્ટમાં દેખાય છે.